સુવિચાર

"Wel-Come to Information Technology & Freelancer Development World" સુવિચાર :- "મોટું વિચારો, ઝડપથી વિચારો, દુરંદેશી કેળવો. વિચારો પર કોઈનો એકાધિકાર નથી.- ધીરુભાઈ અંબાણી" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Saturday 20 May 2017

ISIના શંકાસ્પદ એજન્ટની રાજસ્થાનથી ધરપકડ - કાશ્મીરમાં LOC પાસે આતંકવાદીઓએ ઘુસણખોરી કરવાના પ્રયાસો કર્યા

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Gayatri Freelancer Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

(*Free Earn Tack Time Click Here to Download App*)

ALERT: શું છે Ransomware, જાણો કેવી રીતે બચી શકો તેના એટેકથી - How to remove Ransomware using Quick Heal - Quick Heal Special Offer Dt 20/05/2017 to Dt 31/05/2017 click here to more detail

Link :- http://gayatrisolutiongroup.blogspot.in/2017/05/alert-ransomware-how-to-remove.html

ISIના શંકાસ્પદ એજન્ટની રાજસ્થાનથી ધરપકડ

- રાજસ્થાન પોલીસ અને ઇન્ટેલિજન્સ ટીમના સંયુક્ત અભિયાને ધરપકડ કરી

- પોલીસે શંકાસ્પદ વ્યક્તિ પાસેથી નકલી ડોક્યુમેન્ટ્સ પણ જપ્ત કર્યા


જયપુર, તા. 20 મે 2017, શનિવાર 
પાકિસ્તાનની ઇન્ટેલિજન્સ એજન્સી ISIના એક શંકાસ્પદ એજન્ટની રાજસ્થાનના જૈસલમેરથી ધરપકડ કરી લેવામાં આવી છે. એક અધિકારીએ શનિવારે જણાવ્યુ કે શંકાસ્પદ આઇએસઆઇ એજન્ટને ગુપ્ત માહિતીના આધારે જૈસલમેરમાં કુંજારી ગામમાંથી પકડવામાં આવ્યો છે. તેની ઓળખ હાઝી ખાન છે. તેની ધરપકડ રાજસ્થાન પોલીસની ઇન્ટેલિજન્સ બ્રાન્ચ અને સેનાના ઇન્ટેલિજન્સ એકમોના સંયુક્ત અભિયાન દ્વારા કરવામાં આવી છે. 
રાજસ્થાનના એક પોલીસ અધિકારીનું કહેવુ છે કે ખાન પર આઇએસઆઇ સુધી ગુપ્ત માહિતી પહોંચાડવાનો આરોપ છે. તેની પૂછપરછ કરવા માટે જોધપુર લઇ જવામાં આવ્યો છે. તપાસકર્તાઓનું કહેવુ છે કે શંકાસ્પદ વ્યક્તિ પાસેથી કેટલાય નકલી ડૉક્યુમેન્ટ્સ જપ્ત કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યુ કે ખાનની કેટલાક મહિનાઓ પહેલા પણ ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ પુરાવાઓના અભાવને કારણે તેને છોડી મૂકવામાં આવ્યો હતો. તે તેના નાનાનું ઘર પાકિસ્તાનમાં હોવાને કારણે નિયમિતપણે પાકિસ્તાન આવ-જા કરે છે. 
કુંજારી વાયુસેનાના ચંદન ફીલ્ડ ફાયરિંગ રેન્જમાં આવેલું છે, જે પોખરણ ફીલ્ડ ફાયરિંગ રેન્જનો ભાગ છે. તપાસ એજન્સીઓનું માનવું છે જે શંકાસ્પદ એજન્ટે ISIને ભારતીય સેના તથા વાયુસેનાના અભ્યાસો વિશેની મહત્વપૂર્ણ માહિતીઓ પૂરી પાડી છે. 

Source :- http://gujaratsamachar.com/index.php/articles/display_article/national/suspected-isi-agent-arrested-in-rajasthan

કાશ્મીરમાં LOC પાસે આતંકવાદીઓએ ઘુસણખોરી કરવાના પ્રયાસો કર્યા

- સેના અને પોલીસના જવાનોએ ઘેરાબંધી કરીને સર્ચ ઑપરેશન હાથ ધર્યુ

- કુપવાડા જિલ્લાના હંદવાડામાં આતંકીઓના ઘુસણખોરીની આશંકા વ્યક્ત કરવામાં આવી


શ્રીનગર, તા. 20 મે 2017, શનિવાર 
કાશ્મીરમાં શનિવારે આતંકવાદીઓ દ્વારા LOC મારફતે ઘુસણખોરી કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતાં. કુપવાડા જિલ્લામાં આવતા હંદવાડામાં આતંકવાદીઓ દ્વારા એલઓસીના રસ્તેથી ઘુસણખોરી કરવાના પ્રયાસ કર્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 
જાણકારી અનુસાર, હંદવાડા સાથે સંકળાયેલા LOC પાસે સેના દ્વારા 6 આતંકવાદીઓની એક ટીમની હાજરી ઈન્ટરસેપ્ટ કરવામાં આવી છે. સૂત્રો અનુસાર સેના અને હંદવાડા પોલીસ દ્વારા આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. 
આતંકવાદીઓના ઘુસણખોરીના પ્રયાસોની આશંકા થયા બાદથી આસપાસના વિસ્તારોમાં હાઇએલર્ટ જાહેર કરતા સેના અને પોલીસના જવાનો દ્વારા સંયુક્ત કાર્યવાહી હેઠળ સમગ્ર વિસ્તારમાં તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. 

Source :- http://gujaratsamachar.com/index.php/articles/display_article/national/a-group-of-terrorists-intercepted-near-loc-in-handwara-sector-of-kupwara-district

GetGovernment or Education Exam Material Online (GSG) Click Here 
Source :- http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in/ ,
http://www.akilanews.com/
Products :- Quick Heal Antivirous, Tally, GST, Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/